આજે તારીખ 19/10/2025 રવિવારના રોજ રાત્રે 9 કલાક આસપાસ ઝાલોદ-સાપોઇ માર્ગ પર આજે એક દુર્ઘટનાજનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં રાજસ્થાનના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. મોટર સાયકલ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે અન્ય ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી.