આજે તારીખ 03/01/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં પ્રાંત કચેરી ખાતે સિંગવડ તાલુકા સહિત લીમખેડા વિધાનસભા ક્ષેત્રના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત 131 લીમખેડા વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ મતદારો સંબંધિત કામગીરી અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન મતદારોના ફોર્મ નં. ૯, ૧૦, ૧૧ક તથા ૧૧ખ ની યાદી રાજકીય પક્ષોને આપવામાં આવી.