નવસારી: નેશનલ હાઈવે-48ના ખરાબ રસ્તા મુદ્દે શહેર કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
નવસારી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 16 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે કલેક્ટરને નેશનલ હાઈવે-48 તથા વિજલપોર શહેરના ખરાબ અને ખાડાઓથી ભરેલા રસ્તા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું. કાર્યક્રમમાં તમામ આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવેદનમાં જણાવાયું કે રસ્તાની ખરાબ હાલતને કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોના જીવન પર જોખમ ઊભું થયું છે અને અકસ્માતોની શક્યતા વધી રહી છે.