વડોદરા: પાર્ટનરશીપમાં ધંધો કરનાર ભાગીદારે બાકી રૂપિયા પાંચ લાખ માટે વેપારીને માર માર્યો,ઘટના CCTVમાં કેદ
વડોદરા : ખોડીયારનગર વિસ્તારમાં રહેતા વેપારીની પાર્ટનરશીપમાં ચંપલનો ધંધો શરૂ કર્યો હતો.જે બરાબર નહીં ચકતાં બંધ કર્યો હતો.ત્યારે તેમના પાર્ટનરે બાકી રૂપિયા 5 લાખની માગણી સાથે તેના સાગરીત સાથે મળીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.બનાવને લઈ વેપારીએ હરણી પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે.