જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે સૌથી વધુ દિયોદરમાં 83 મિમી વરસાદ તો કાંકરેજમાં 39 મિમી વરસાદ પડ્યો
Palanpur City, Banas Kantha | Jun 18, 2025
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દિયોદરમાં 83 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે કાંકરેજમાં 39 મિમી વરસાદ પડ્યો છે. તો ધાનેરા અને સુઈગામમાં 12-12 મિમી વરસાદ થયો છે. જ્યારે દાંતીવાડામાં 6 મિમી વરસાદ નોંધાયો છે. પાલનપુર, ભાભર અને લાખણીમાં 5-5 મિમી વરસાદ પડ્યો છે. ડીસામાં 4 મિમી અને વડગામમાં 2 મિમી વરસાદ થયો છે.