બોટાદ ગઢડા નેશનલ હાઇવે નંબર 51ની બત્તર હાલત,વાહન ચાલકોને ભારેપરેશાન કાયમી ઉકેલ લાવવા માંગ #Jansamasya
Botad City, Botad | Sep 17, 2025
બોટાદ શહેર થી જોડતો ગઢડા તેમજ અન્ય જિલ્લા માં જવા માટે નો નેશનલ હાઇવે હાલ બિસમાર હાલત માં છે.અહીં થી રોજ નાના મોટા હજારો વાહનો પસાર થતા હોય છે ત્યારે બિસમાર રોડ અને મસમોટા ખાડા ના કારણે વાહન ચાલકો જીવ ના જોખમે વાહન પસાર કરવા મજબુર બન્યા છે ત્યારે આસપાસ દુકાન ધરાવતા તેમજ રાહદારીઓ વાહન ચાલકો તાત્કાલિક રોડ રીપેરીંગ કરી રોડ માં ખાડા પડવાની સમસ્યા માંથી કાયમી મુક્તિ આપે તેવી માંગ કરી રહ્યા છે