ચરોતર એજ્યુકેશન સોસાયટી આયોજિત 'ચટકારો 2026' ફુડ ફેસ્ટિવલ અને ફી રાહત ચેક વિતરણ સમારોહ યોજાયો ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા ત્રિદિવસીય પરંપરાગત વાનગીઓના ફુડ ફેસ્ટિવલ 'ચટકારો'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.મહાનુભાવોએ વાનગીઓના સ્ટોલ, જીવન કૌશલ્ય મેળો અને વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લીધા બાદ મહાત્મા ગાંધી પ્રાર્થનામંદિર હોલ ખાતે મુખ્ય સમારોહ યોજાયો હતો.'ફી રાહતોત્કર્ષ' પ્રોજેક્ટ હેઠળ વિવિધ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ માટે કુલ 54 લાખથી વધુ સહાય અપાઈ.