ઉધના: સુરતના ઉધનામાં ટેમ્પો ચાલકનું બેભાન અવસ્થામાં મોત, પરિવાર શોકમાં
Udhna, Surat | Sep 15, 2025 સુરત: શહેરના પાંડેસરામાં ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 40 વર્ષીય વાસુદેવ ધનગરનું અચાનક બેભાન થઈ જવાથી મોત થયું છે. વાસુદેવને કોઈ ગંભીર બીમારી ન હોવા છતાં અચાનક બનેલી આ ઘટનાથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.વાસુદેવ ધનગર પાંડેસરાના રામનગરમાં રહેતા હતા અને એક મહિના પહેલા જ પોતાના પરિવાર સાથે વતનથી સુરત આવ્યા હતા. તેઓ ટેમ્પો ચલાવીને પોતાના પત્ની, એક પુત્ર અને એક પુત્રી સાથે જીવન ગુજારી રહ્યા હતા.