ભાવનગર શહેરના કપરા વિસ્તારમાં કારખાના ના માલિક સાથે ખુલ્લી છરી અને ધોકા વડે મારામારી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલાનો સમગ્ર બનાવ વીડિયો રૂપે સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ કેટલાક શખ્સોએ કારખાનેદાર પર અચાનક હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને મામલે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.