વાવ: ચોથાનેસડા અને ટડાવ ગામે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી..
ચોથાનેસડા અને ટડાવ ગામે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા ટડાવ પ્રાથમિક શાળા નંબર 2 અને ચોથાનેસડા આંગણવાડી કેન્દ્ર2માં ઉજવણી કરવામાં આવી હતી. ICDS વિભાગ દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે ટડાવ માં પ્રાથમિક શાળા નંબર 2 માં પોષણ સંગમ જાગૃત કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ હતી.તેમાં હાજર રહેલ આરોગ્યવિભાગમાંથી ડોક્ટર જયદીપસિંહ રહ્યા હતા.તેમજચોથાનેસડામાં ઉજવણીમાં મુખ્યસેવિકા સવિતાબેન હાજર રહ્યા હતા.