સુરતના અલથાણ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે.બાંધકામ સાઇટ પર ઉભેલી મહિલા પર ટ્રેક્ટર કેફી વળ્યું હતું.જો કે સદનસીબે મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. ટ્રેક્ટર ના ચાલત દ્વારા રિવર્સ લેતી વખતે આ ઘટના બની હતી. જ્યાં રિવર્સ લેતી વખતે ટ્રેક્ટરના પાછળ ઉભેલી મહિલા ટ્રેલર નીચે આવી ગઈ હતી. ત્યાં હાજર લોકો એ બુમાબૂમ કરી મુકતા ટ્રેક્ટરના ચાલકે ટ્રેક્ટર થંભાવી દીધું હતું. જેના કારણે મહિલાનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.