નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા વિસ્તારમાં અંચેલીથી વેડછા તરફ જતા રેલ્વે ટ્રેક પર એક અજાણ્યા પુરુષનો અકસ્માતે મોત થયો હતો. અજાણ્યો ઈસમ (ઉંમર આશરે 30 થી 35 વર્ષ) ટ્રેન નંબર 09420 ની અડફેટે આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. મૃતકના શરીર પર કાળા રંગની જીન્સ, “WOODLAND” લખેલો પટ્ટો તથા લીલા રંગનો જાંઘિયો પહેરેલો જોવા મળ્યો હતો.