ચોરાસી: પર્વત ગામ વિસ્તારમાં મનપાના ગાર્ડન નો ગેટ તૂટી પડતા બાળકનું મોત થતા પરિવારે મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો.
Chorasi, Surat | Sep 14, 2025 સુરતના પર્વત ગામ વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત ગાર્ડનના લોખંડનો ગેટ તૂટી પડતાં એક માસુમ ત્રણ વર્ષના બાળકનું મોતની નીપજ્યું છે. જ્યારે આ અન્ય માસુમ બાળકો ઇજાગ્રસ્ત છે આ દુર્ઘટનાને કારણે મૃતક બાળકના પરિવારમાં શોખ છવાયો છે. આ ઘટના બાદ પરિવાર અને સમાજના આગેવાનોએ જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે ગુનો નો નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.