દહેજ જીઆઇડીસીમાં આવેલ યુનિવર્સલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી.આજરોજ વહેલી સવારે દહેજ જીઆઇડીસીમાં આવેલ યુનિવર્સલ કંપનીમાં આગ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાને પગલે ઇમર્જન્સી સાયરનોના અવાજ થી જીઆઇડીસી વિસ્તાર ગુંજી ઉઠયું હતું. આગની ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા.યુનિવર્સલ કંપની માં આગને પગલે ધુમાડાના ગોટેગોટા ઊંચે સુધી જોવા મળ્યા હતા