સુરતના પાંડેસરા સ્થિત શિવાજી શાકભાજી માર્કેટની તોડી અધતન માર્કેટ બનાવવાની દિશામાં પાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે.જેના પગલે 430 જેટલા વેન્ડરો ને નજીકમાં આવેલ ખાડી કિનારે વૈકલિપ જગ્યાની ફાળવણી કરાતા રોષ જોવા મળ્યો છે.જે જગ્યા પર ગંદકીનું સામ્રાજ્ય અને અતિ દુર્ગંધ મારતી હોવાના આરોપ સાથે અન્ય સ્થળે જગ્યાની ફાળવણી ની માંગ કરી હતી.જ્યાં મોટી સંખ્યામાં વેન્ડરો દ્વારા ઉધના ઝોન કચેરીએ એકત્ર થઈ રજુવાત કરી હતી.જ્યાં યોગ્ય વિચારણા બાદ નિર્ણય લેવા ખાતરી આપી.