યાત્રાધામ બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો મળતાં વિકાસના દ્વાર ખૂલ્યો
Mahesana City, Mahesana | Sep 17, 2025
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીને હવે નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. રાજ્ય સરકારે બહુચરાજી ગ્રામ પંચાયતને નગરપાલિકા તરીકે જાહેર કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે બહુચરાજીના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો થયો છે.