ચાંદપુરાના મુગલખા શેખ અને એનો દીકરો બાઈક પર જતાં હતા એ સમયે અમુક લોકોએ આવી અમારી ભાણીને ભગાવવામાં મદદ કરી છે કહી અપશબ્દો બોલ્યા હતા અને ઉશ્કેરાઇ જઈ લાકડી તેમજ ગડદાપાટૂનો માર માર્યો હતો. આસપાસથી લોકોએ આવીને છોઠાવ્યા બાદ વડનગર સીવીલમાં સારવાર મેળવી હતી જ્યાં માથામાં 5 ટાંકા આવ્યા હતા. બાદમાં વડનગર પોલીસે ખાતે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે