મંગળવારના 5 કલાકે ખેતીવાડી અધિકારી દ્વારા આપવામાં આવેલી આંકડાકીય વિગત મુજબ વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકા સહિત ડાંગરના પાકને થયેલા નુકસાન બદલ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂપિયા 71.74 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. આ સહાયનો લાભ ₹40,950 ખેડૂતોને મળશે પ્રથમ તબક્કે 3 કરોડની રકમ ફાળવવામાં આવી છે એની ચુકવણી શરૂ થઈ ગઈ છે.