વેરાવળમાં સમસ્ત સિંધી સમાજ માટે ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સિટી પીઆઈ એચ.આર.ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જે બદલ જનરલ સિંધી સમાજના પ્રમુખ રમેશભાઈ આહુજા, ઉત્તર સિંધ પંચાયતના ઉપપ્રમુખ કાળુભાઈ ચંદનાણી, પ્રકાશભાઈ આહુજા, પૂરણભાઈ ઠાકવાણી, વિજયભાઈ બિલવણી,ગુરુનાનક કીર્તન મંડળીના નરેશભાઈ મોહનાણી અને ઉપસ્થિત આગેવાનોએ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.