આજે તારીખ 22/11/2025 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં SIR અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસને ધ્યાનમાં લેતા 130-ઝાલોદ વિધાનસભાની હદમાં આવનારા થેરકા સહિતના અનેક મતદાન મથકોની પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી.મુલાકાત દરમિયાન BLO દ્વારા કરવામાં આવેલી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું.ઉપરાંત, મતદાર યાદી સુધારણા કાર્યને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તથા કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી.