આ સાથે કેસમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 8 થઈ ગઈ છે. અમરાપર ગામની ગૌશાળાના નામે આયોજિત લકી ડ્રોમાં ડ્રો ન યોજી 3 કરોડથી વધુની છેતરપિંડી કરાઈ હોવાનો આરોપ છે. હાલમાં 6 આરોપીઓ જેલમાં છે, જ્યારે 2 પોલીસ કસ્ટડીમાં પૂછપરછ હેઠળ છે. આ તરફ હજારો રોકાણકારો ન્યાય અને નાણાં પરત મળવાની રાહ જોઈ રહ્યા છે.