ગણદેવી: બીલીમોરામાં ૨૨૬મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી
બીલીમોરામાં આજે જલારામ બાપાની ૨૨૬મી જયંતિ નિમિત્તે ભક્તિ અને આનંદનો મહામિલન જોવા મળ્યો. જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બીલીમોરા દ્વારા દેસરા તળાવ પાસે, પક્ષી ઉદ્યાન સામે સ્થિત “જલારામ સર્કલ” નું શ્રદ્ધાભર્યું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન અનેક ભક્તો બાપાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મહાપ્રસાદનો લ્હાવો લઈ સૌએ બાપાના આશીર્વાદ સાથે દિવસની શુભ શરૂઆત કરી.