ઊંઝા હાઇવે ઉપર સરકારી એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત
Mahesana City, Mahesana | Oct 29, 2025
મહેસાણા ઊંઝા હાઈવે ઉપર તળેટી ગામના પાટીયા નજીક ઊંઝા થી મહેસાણા તરફ જઈ રહેલી સરકારી એસટી બસની પાછળ એક કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.  પાછળથી આવી રહેલી કાર આગળ જઈ રહેલી એસટી બસના પાછળના ભાગમાં એટલી જોરદાર વેગથી ઘૂસી ગઈ હતી કે કારનો અડધો અડધ હિસ્સો બસની પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો.  2 થી 3 લોકોને ઇજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આજરોજ સવારે 10.30 કલાકે આ માહિતી પ્રાપ્ત થઈ હતી