લીંબડી શહેર માં ઉત્તરાયણ ની પુર્વ સંધ્યા એ જુના એસટી ડેપો રોડ પર ભાડીયા કુવા સામે ઉભેલા લીયાદ ગામના યુવાન હિતેશ હેમુભાઇ સુરેલા ની હત્યા ની ઘટના એ ચકચાર મચી જવા પામી છે. હત્યા બાદ ફરાર તમામ આરોપીઓ ને લીંબડી પોલીસે ગણતરી ના કલાકોમાં જ પગેરૂ દબાવી ઝડપી પાડ્યા હતા આ ઘટના સંદર્ભે 14 જાન્યુ સાંજે લીંબડી dysp વી એમ રબારી એ પ્રતિક્રિયા આપી હતી.