વડનગર: વડનગર અને મહેસાણામાં મોડી રાતે સ્ટ્રીટ ફૂડના વેપારીઓ પર દરોડા પડ્યા
15 નવેમ્બરના રોજ રાતે 10:45 કલાકની માહિતી મુજબ મોડી રાતે મહેસાણા ફુડ વિભાગની બે અલગ અલગ ટીમો દ્વારા મહેસાણા અને વડનગર ખાતે સ્ટ્રીટ ફુડનું વેચાણ કરતા લારીઑ અને સ્ટોલ પર દરોડા પાડી ચેકિંગ હાથ ધરતા ફફડાટ જોવા મળ્યો છે. ઓપરેશન કિચન અંતર્ગત દરોડા થતાં બટાકા, ચટણી,કલર વાળા પાણી અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. વડનગરના બસસ્ટેશન અને બજારમાં તપાસ કરવામાં આવી છે તો ફુડ અધિકારીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.