આજે મંગળવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ આરોગ્ય વિભાગ દ્વારા દરિયાપુરમાં જોખમી સગર્ભા અને ધાત્રીમાતાઓની ઘર મુલાકાત કરીને નિયમિત ફોલો-અપ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે મમતા દિવસ સેશનની ક્રોસ સુપરવિઝન દ્વારા માતા અને બાળક આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી હતી અને વાહકજન્ય અને પાણીજન્ય રોગોના નિવારણ માટે ઇન્ટ્રા ડોમેસ્ટિક તથા પેરી ડોમેસ્ટિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.