આણંદ જિલ્લામાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા જાળવવાના ઉદ્દેશ્યથી જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અભિયાન અંતર્ગત ખાસ કરીને શહેરના રાત્રી બજાર અને જનતા ચોકડી વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ ફૂડ તથા પાણીપુરીની લારીઓ પર આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું