મહુવા: સરકારી શિક્ષણ મહાવિદ્યાલય - કાછલ ખાતે ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓ માટે GSET અને TAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સેમિનાર
Mahuva, Surat | Oct 8, 2025 કોલેજ ખાતે ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થીઓનું સ્નેહ મિલન અને માર્ગદર્શન સેમિનાર યોજાયો. આગામી સમયમાં લેવાનાર GSET અને TAT જેવી પરીક્ષાઓ માટે પ્રા. અશ્વિન અવૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ ? તેમજ તૈયારી દરમિયાન અને પરીક્ષા આપતી વખતે કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની વિસ્તૃત ચર્ચા ઉદાહરણ આપી કરવામાં આવી હતી. અંતમાં પ્રશિક્ષણાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.