તાલુકાના વરલ ગામે રહેતી પરિણીત યુવતી રૂપલબેન મકવાણાએ એસિડ પી આત્મહત્યા કર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સંતાન ન થવાના કારણે પતિ દ્વારા લાંબા સમયથી માનસિક તથા શારીરિક દુખત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે કંટાળી જઈ તેણીએ આ અતિશય પગલું ભર્યું છે , રૂપલબેનના લગ્ન વર્ષ ૨૦૧૪માં વરલ ગામે રહેતા લાલજીભાઇ રાજુભાઈ મકવાણા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાન ન થવાના મુદ્દે પતિ દ્વારા ત્રાસથી પગલું ભર્યું