ઝાલોદ: ઝાલોદ સહિત જિલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનીના સર્વે કામગીરી કરાઈ
Jhalod, Dahod | Nov 1, 2025 આજે તારીખ 01/11/2025 શનિવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં કમોસમી વરસાદને કારણે થયેલ પાકના નુકસાનના સર્વે માટે દાહોદ,ઝાલોદ અને ફતેપુરા તાલુકાના વિવિધ ગામોની જિલ્લા ખેતીવાડી અધિકારી તથા અધિકારીઓની ટીમે મુલાકાત લીધી.ખેડૂતોને થયેલ નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા માટે “કૃષિ પ્રગતિ એપ” મારફતે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ સર્વે અંતર્ગત ખેતીના પાક, જમીનની સ્થિતિ અને નુકસાનના પ્રમાણની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે.