ગોડાદરા માંથી 3 ડિસેમ્બરના રોજ બે યુવકોનું અપહરણ કરી લિસ્ટેડ બુટલેગર શિવા ઉર્ફે ટકલા દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરી આરોપી અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા.જે અંગે ગોડાદરા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.દરમ્યાન આ ગુનામાં અગાઉ બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી.જેની પૂછપરછમાં આરોપી શુભમ ઉર્ફે સન્ની કાલિયા લાલચંદ નાવિક અને મંગલ ઉર્ફે વિક્કી યાદવ સહિત સગીર નું નામ ખુલતા ઉત્તરપ્રદેશ થી ધરપકડ કરવામાં આવી હતી.