માણાવદર: બળેજમાં માતાજીના મઢ ખાતે યોજાયા ભવ્ય કાર્યક્રમો, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી રહ્યા હાજર
બળેજ ગામે આવેલ માતાજીના મઢ ખાતે માં ભગવતી બળેજની બારકાના સાનિધ્યમાં ધાર્મિક માહોલ વચ્ચે કળશ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના ભુવા આતા જેઠા આતાના પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.