વંથલી તાલુકાના સાંતલપુર ગામે એક અને અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.