યુપી અને બિહાર જતા પરપ્રાંત ના લોકોનો ઉધના રેલવે સ્ટેશન પર ભારે ઘસારો,ભીડ પર નિયંત્રણ રાખવા ડ્રોન દ્વારા સર્વેલન્સ
Majura, Surat | Oct 14, 2025 ઉધના રેલ્વે સ્ટેશન પર યુપી અને બિહાર જતા પરપ્રાંત ના લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.દિવાળીને માંડ માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે.આગામી દિવસોમાં છઠ્ઠપૂજાના પર્વ અને બિહારમાં ઇલેક્શન ના માહોલ છે.જેથી યુપી અને બિહાર જતા લોકોના ભારે ઘસારાને પોહચી વળવા રેલવે દ્વારા પણ વધારાની એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.પ્રતિદિવસ ઉધના રેલવે પરથી અંદાજિત 25 હજાર મુસાફરો ઉત્તર ભારત તરફ જઈ રહ્યા છે,જ્યાં ભારે ભીડને લઈ ડ્રોન ના ઉપયોગ કરાઈ રહ્યો છે.