ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે પશુધારા ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીની પાસા હેઠળ અટકાયત કરીને જૂનાગઢ જેલમાં ખસેડી હતી
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે પશુધારા ગુન્હાઓ પર અંકુશ માટે કાર્યવાહી કરી. વારંવાર ગુન્હામાં સંડોવાયેલી મહિલા આરોપી નુરજહા ખાલીદ ટેકા સામે પાસાની દરખાસ્ત મંજૂર થતાં તેણીને રાણી મસ્જિદ પાસેથી પકડી કાયદેસર અટકાયત કરવામાં આવી. બાદમાં આરોપીબેનને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવી.