વાંસદા: પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ પર કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ નો ભાજપ નેતાઓ પર આક્ષેપ, આંદોલન ચાલુ રહેશે તેવી વાત કરી
Bansda, Navsari | Sep 15, 2025 પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈને રાજકીય ઘર્ષણ વધી રહ્યું છે. ભાજપના નેતાઓ દ્વારા પ્રોજેક્ટ રદ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે આ નિવેદનોને ખોટા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટ સંપૂર્ણપણે રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને લોકોને ભ્રમિત કરવાનો ભાજપ પર આરોપ મૂક્યો.