જૂનાગઢ: ચડ્ડી બનીયાન ધારી ગેંગનો આતંક, ઉમટવાડા નજીક સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સમાં ચોરી કરી, CCTV ફૂટેજ સામે આવ્યા
જૂનાગઢમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગનો આતંક જોવા મળ્યો છે. ઉમટવાડા નજીક ખાનગી સ્કૂલને નિશાન બનાવી છે. સિગ્મા સ્કુલ ઓફ સાયન્સમાં 18000 રૂપિયા રોકડા અને કેમેરાની ચોરી થઈ છે. સ્કૂલ સંચાલકોએ પોલીસને સમગ્ર બનાવની જાણ કરી છે. ચડ્ડી ગેંગે પોલીસને પડકાર ફેંક્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે.