રાજકોટ પૂર્વ: 37 વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર કર્યો ને હવે ભાજપ કરે છે - અરવિંદ કેજરીવાલ
ગુરુવારે મોડી રાત્રેઅરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે “37 વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર કરીને જે ભૂલ કરી હતી, એ જ ભૂલ હવે ભાજપ કરી રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે “ખેડૂતો પર ટિયરગેસ અને લાઠીચાર્જ કરાયાની ઘટના અત્યંત દુઃખદ છે