અંતર્ગત જિલ્લામાં કુલ ૧૩,૧૦,૬૦૦ મતદારો નોંધાયેલા છે. સમગ્ર જિલ્લામાં દરેક બુથ પર 0૧ (એક) બુથ લેવલ ઓફિસર (BLO) અને BLA-૨ ની નિમણૂંક કરી કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના કુલ ૧૩૪૨ BLO દ્વારા આ સમગ્ર અભિયાન દરમિયાન દરેક મતદારોના ઘરે-ઘરે જઈને એન્યુમરેશન (EF) ફોર્મ-2 ભરવાનું તથા માહિતીનું ચકાસણી બાદ તેનું ઓનલાઈન વેરિફિકેશન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મેગા કલેક્શન કેમ્પ પણ યોજાયા હતા.