ચીખલી: ચીખલીમાં 6 ટીમ દ્વારા નુકસાનની અંગે સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી ડાંગરના પાકને 33% થી વધુ નુકસાન
ચીખલી તાલુકામાં ખેતીવાડી વિભાગના બે દિવસના સર્વેમાં કમોસમી વરસાદમાં 2143 જેટલા ખેડૂતોને ડાંગરના પાકમાં 1196 હેકટર જમીનમાં નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. તાલુકામાં 6 ટીમો દ્વારા ખેતીપાકમાં નુકસાની અંગેનું સર્વે ચાલુ રહ્યું છે.ચીખલી તાલુકામાં છેલ્લા ઘણાં દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને જેમાં ડાંગર, શાકભાજી સહિતના ખેતીપાકોને મોટું નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને ડાંગરનો પાક તો સદંતર નિષ્ફળ ગયો છે.