ગણદેવી: આંતલિયા GIDC ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ — બિલીમોરા ફાયર ટીમે સમયસર કાબુ મેળવ્યો
ગણેશનગર નજીક આવેલા આંતલિયા GIDC વિસ્તારમાં આજે અચાનક નવ વાગ્યા આસપાસ એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ બિલીમોરા અગ્નિશામક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ભારે મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળ રહી. આગને કારણે સ્થળ પર ધુમાડાના ઘેરા વાદળો છવાઈ ગયા હતા, પરંતુ ફાયર ટીમની ઝડપભરી કામગીરીને કારણે મોટું નુકસાન ટળ્યું. પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સલામતી અને ટ્રાફિક નિયંત્રણ સંભાળ્યું હતું.