બુધવારના 5:30 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડના અબ્રામા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના લોકશાહી વિચારધારા અને બંધારણ ઘડતરમાં આપેલા તેમની યોગદાનને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.