મહુવા: કાછલ કોલેજમાં મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિની ઉજવણી “સ્વદેશી આપણું સ્વાભિમાન” વિશે વ્યાખ્યાન અને સફાઈ અભિયાન...
Mahuva, Surat | Oct 3, 2025 સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલના એન.એસ.એસ. વિભાગ દ્વારા તારીખ 03/10/2025ના રોજ 'VOCAL FOR LOCAL' થીમ પર અને મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિ નિમિત્તે “સ્વદેશી આપણું સ્વાભિમાન” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કાછલ ગામના સરપંચશ્રી શ્રીમતી કલ્પનાબેન ચૌધરીએ વિદ્યાર્થીઓને નાના પાયાથી લઈને મોટા પાયા સુધી કઈ રીતે આપણે સ્વદેશી વસ્તુઓનો અંગીકાર કરીએ તેની સમજ આપી હતી. ત્યારબાદ કૉલેજ કેમ્પસની આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી