છોટાઉદેપુર: ખોસ ગામે વૃદ્ધ મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા વૃદ્ધ મહિલાનું મોત થયું? કોણ હતી મહિલા? જુઓ
છોટાઉદેપુર રેન્જમાં આવતા છોટાઉદેપુર તાલુકાના કીકાવાડા ગામ નજીક ખોસ ગામે વૃદ્ધ મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો છે. ખૂંખાર દીપડાએ 95 વર્ષની વૃદ્ધ મહિલા કપુરીબેન વેસ્તાભાઈ રાઠવા ઉપર અચાનક હુમલો કર્યો હતો. ખોસ ગામે વૃદ્ધા સાંજે 6 કલાકની આજુબાજુ ઘર પાસે જતાં હતા, તે વેળાએ દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ વૃદ્ધ મહિલાને ઉંચકી બાવળીયાના ઝાડમાં ઉઠાવી લઇ ગયો હતો. ગામ લોકોને ખબર પડતા લોકો દોડી આવતા દીપડો જંગલમાં ભાગવામાં સફળ રહ્યો હતો.