ગોધરા: તાલુકામાં માં હિટ એન્ડ રન, પરવડી બાયપાસ પાસે લક્ઝરી બસે બાઈક સવારને કચડ્યો, યુવકનું કરૂણ મોત.
ગોધરાના વ્યસ્ત ગણાતા પરવડી બાયપાસ ચોકડી વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક સવાર યુવક બસના ટાયર નીચે આવી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જીને ગભરાયેલો લક્ઝરી બસનો ચાલક પોતાની બસ રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો.