ડભોઇમાં ડાંગર ખરીદીની પ્રક્રિયા ધીમી, ખેડૂતોમાં ભારે નારાજગી ડભોઇ તાલુકાના પુરવઠા ગોડાઉન ખાતે ડાંગરની ખરીદી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ટેકાના ભાવે થતી ડાંગરની ખરીદી ગોકળગાયની ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલ પુરવઠા ગોડાઉન ખાતે રોજના માત્ર 10 થી 15 ટ્રેક્ટર જેટલી જ ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે લાંબી લાઈનો લાગી રહી છે અને ખેડૂતોને