વંથળી: ખોરાસા નજીક પાણી પુરવઠાના પીધેલા ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો,1 નું મોત,બોલેરોમાંથી સરકારી અધિકારી પણ પીધેલી હાલતમાં ઝડપાયા
પોરબંદર જિલ્લાના કુતિયાણા પાણી પુરવઠા વિભાગની સરકારી કારે ખોરાસા નજીક અકસ્માત સર્જતા એક રાહદારી યુવકનું મોત નિપજ્યું છે. અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો. પોલીસે આવી કારની તલાસી લેતા કારમાંથી અધિકારી અને ડ્રાઇવર નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો છે. આ મામલે પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.