ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ અનુજ રેસિડેન્સીમાં ભાડે મકાનમાં રહેતો શ્રવણકુમાર મનોહરરામ બીશ્નોઈ અને મહિપાલ કિશનારામ બીશ્નોઈ માદક કેફી પ્રદાર્થનો જથ્થો લાવી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જીએ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી મેફેડોન ડ્રગ્સ 35.27 ગ્રામ અને 27.28 ગ્રામ અફીણ તેમજ પાંચ ફોન અને રોકડ મળી કુલ 1.90 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.