ઉમરા માં ખાનગી શાળાના વિધાર્થીને સહપાઠી દ્વારા માથાના ભાગે લોખંડનો સળિયો મારી ઢોર માર માર્યાનો આક્ષેપ,સંચાલકોને રજુવાત
Majura, Surat | Sep 17, 2025 ઉમરા વિસ્તારમાં આવેલી ઉમરીગર શાળાના ધોરણ 12 માં અભ્યાસ કરતા સહપાઠી દ્વારા ધોરણ 11 ના વિધાર્થીના માથાના ભાગે લોખંડનો સળિયો મારી ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ કર્યો હતો. ઇજાગ્રસ્ત વિધાર્થીના વાલી દ્વારા શાળા સંચાલકોને લેખિતમાં રજૂઆત કરી હતી.ઇજાગ્રસ્ત વિધાર્થીના વાલી દેવાંગ ગાંધીએ જણાવ્યું કે,આ ખૂબ જ ગંભીર ઘટના છે.શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતા અને ઉપ જીએસ તરીકે ચાલી આવેલા સહપાઠી દ્વારા લોખંડ ના સળીયા વડે દીકરા પર હુમલો કર્યો.કાર્યવાહી કરવામાં આવે.