મહુવા: વલવાડા ખાતે અંબિકા તાલુકાને આખરીઓપ મંત્રી કનુભાઈ ના હસ્તે કરાશે લોકાર્પણ....
Mahuva, Surat | Oct 1, 2025 સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી છુટા પડેલા અંબિકા તાલુકાની કચેરીઓ વલવાડા ખાતે બનવા જઈ રહી છે ત્યારે વલવાડા ખાતે આવતી કાલે નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ લોકાર્પણ માટે આવનાર હોય ત્યારે વલવાડા ની રોનક બદલાઈ ગઈ છે.અને રાતો રાત કચેરીઓ ને આખરી ઓપ સાથે પૂર્ણ તમામ કાર્યો ને પૂર્ણ કરવામાં આવી રહ્યા છે રોડ રસ્તા થી લઈ સાફ સફાઈ થી લઈ તમામ કાર્ય સતત પુર ઝડપે થઈ રહ્યા છે.ત્યારે મહુવા 170 વિધાન સભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા દ્વારા આજરોજ મિટિંગ યોજી હતી.